વ્યારાનાં ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર કાર અડફેટે આવતાં બાઈક સવાર શખ્સ પડી જતાં તેમને શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં વ્યારા કોલેજ રોડ ઉપર આવેલ ઠક્કર ચેમ્બર્સમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ.૪૦)નાંઓ પાનવાડી ખાતે શ્રી પટેલ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તારીખ ૧૫/૦૬/૨૦૨૫ નાંરોજ જયદીપભાઈ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/ડી/૭૦૯૮ને લઈ ઘરે જતાં હતા તે સમયે વ્યારા ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે એકકાર નંબર જીજે/૨૬/એન/૬૧૨૪નાં ચાલકે પોતાના કબ્જાની કાર ચલાવી લાવી જયદીપભાઈની બાઈકને આગળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જયદીપભાઈ બાઈક ઉપરથી પડી જતાં તેમના જમણા હાથનાં કાંડાની ઉપરના ભાગે ફ્રેકચર thayu હતું તેમજ જમણા પગના ઘૂંટણ પાસે પણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે જયદીપભાઈ પટેલ નાંઓએ તારીખ ૧૫/૦૬/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
