કોસંબા પોલીસની હદમાં આવેલ મોટી નરોલી હાઇવે પર બાઈક સવાર દંપતી રોડ પર પટકાતા પાછળથી આવી રહેલ ટ્રેલર પત્ની પર ચઢી જતા તેનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર ખાતે રહેતા શ્યામાચરણ સુરજબલી તિવારી પત્ની ઉમાદેવી સાથે મોટરસાઈકલ નંબર જીજે/૧૬/સીએ/૯૭૧૭ લઈને અંક્લેશ્વરથી કીમ તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન મોટી નરોલી ગામે જેમની બાઈક ખાડામાં પડતા બાઈક સ્લીપ થઇ જઇ દંપતી રોડ પર પટકાયું હતું, ત્યારે રોડની વચ્ચે પડેલા ઉમાદેવીની પાછળથી આવેલું ટ્રેલર નંબર આરજે/૧૪/જીએન/૮૪૫૪ ફરી વળતા ગંભીર ઈજાથી સ્થળ પર મોત થયું હતું. ઘટનાની જાણ કોસંબા પોલીસને થતાં અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.



