પંચમહાલનાં ગોધરમાં કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. મોપેડ લઇને નોકરી જઇ રહેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવકો ખાનગી કંપનીના ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોનું ટોળી દોડી આવ્યું હતું. આ દરમિયાન ટોળામાંથી જાગૃત નાગરિકે પોલીસને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્ળે પહોંચી ગઇ હતી અને બંને મૃતકોના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાન ગોધરા અને એક યુવાન મોરવા હડફ તાલુકાના કુવાજર ગામનો હોવાનું સામે આવ્યું છે.
