વડોદરામાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવનારા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્રારા પોલીસ કે આર્મી જેવા યુનિફોર્મમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સામે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન ચાર દિવસ પહેલા જ સોલ્જર સિક્યુરિટીના મનોજ યાદવ સામે ગુનો નોંધાયો હતો. જોકે એસ.ઓ.જી. પોલીસે સમા રોડ પર આવેલી જય અંબે રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને તપાસી તેના સંચાલક પાસે લાયસન્સ માંગતા મળી આવ્યું નહોતું. જેથી સહયોગ સિક્યુરિટી એન્ડ મેનપાવરના સંચાલક વિરેન્દ્ર ભુવનેશ્વર મિશ્રા (રહે.સાકાર સ્પેન્ડોરા ટાવર-૨, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ પાસે, ન્યુ સમા રોડ) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.




