ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સોમવારે ઉત્તરપ્રદેશના બલુંદ શહેરમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે ભયંકર અથડામણ થઈ. આ ગોઝારા અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળ પર જમોત થયા. જ્યારે 43 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસને ઘટનાની જાણ થતા જ તત્કાલ બનાવ સ્થળ પર પહોંચી ગઈ. બુલંદશહરના એસએસપી દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
વધુમાં એસએસપી સિંહે કહ્યું કે બુલંદેશહેરમાં અલગીઢની બોર્ડર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 પર ગત મોડી રાત્રે આ અકસ્માત બનવા પામ્યો હતો. લગભગ રાત્રે સવા બે વાગ્યાની આસપાસ આ ઘટના બની. અલીગઢની બોર્ડર પર એક ટ્રેકટરમાં કાસગંજ ક્ષેત્રના 61 જેટલા લોકો સવાર થઈ રાજસ્થાનના ગોગામેડી જઈ રહ્યા હતા. ગોગાજીના દર્શન કરવા નીકળેલા ભક્તો ટ્રેક્ટરમાં રાજસ્થાન જતા હતા ત્યારે યુપીમાં અલીગઢ પાસે પૂરઝડપે આવતા કન્ટેનર ટ્રકે ટક્કર મારી. આ અથડામણ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર 61 જેટલા શ્રદ્ધાળુઓ નીચે પટકાયા હતા.
અલીગઢ પાસે કન્ટેનરે ટ્રકને જોરદાર ટક્કર મારતા 8 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા. જ્યારે અન્ય 43 લોકો ગંભીરપણે ઘાયલ થયા. સરકારી એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને કૈલાશ હોસ્પિટલ, મુનિ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ખુર્જાના જટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને એસએસપી સિંહે કહ્યું કે 3 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરાય છે. 10 લોકો અલીગઢને મેડિકલ કોલેજમાં અને 10 લોકોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા. ઘટનાસ્થળ પરથી ટ્રેકટર અને ટ્રક હટાવી દેવામાં આવ્યા છે. અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




