ડોલવણ તાલુકાનાં બરડીપાડા ગામની એક મહિલાએ ડોલવણ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૨૦/૦૬/૨૦૨૫ નાંરોજ મહિલાની સગીર વયની પુત્રી ૧૪ વર્ષ ૦૩ મહિના ૦૧ દિવસનીને કોઈ અજાણ્યો ઈસમ વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો જે અંગેની ફરિયાદ મહિલાએ તારીખ ૨૨/૦૬/૨૦૨૫ નાંરોજ નોંધાવી હતી.
મહિલાએ વધુમાં જણાવ્યું કે, તેમની સગીર વયની દીકરીની ઊંચાઈ આશરે ૫ ફૂટ જેટલી છે રંગે શ્યામ વર્ણની છે મોઢું ગોળ છે તેમજ તેને શરીરે બળ્યું કલરનો ટોપ, કાળા કલરની કેપ્રી પહેરેલ હતી અને તે ગુજરાતી, હિન્દી તથા કોંકણી બોલે છે અને સમજે છે.
