નવા નરોડામાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર શક વહેમ રાખીને પતિ ત્રાસ આપીને મારઝુડ કરતો હતો અને મારા પિતા એસીબીમાં છે તને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપતો હતોસાથે સાથે સાથે એસીબીમાં ફરજ બજાવતા સસરાએ પોલીસ અધિકારીઓ મારા મિત્ર છે તને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપીને હેરાન કરતા હતા. કંટાળીને મહિલા પોલીસ કોન્સ્ટેબલે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સારરીયા સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા નરોડામાં રહેતા અને મોડાસા ખાતે પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી મહિલા કોન્સ્ટેબલે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે, મહિલાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્ન બાદ સાસરીમાં રહેવા ગયા હતા. તેમના સસરા શાહીબાગ એસીબી કચેરીમાં ફરજ બજાવતા હતા. જ્યારે સાસુ તારા પિતાએ કરિયાવરમાં કશુ આપ્યું નથી કહીને ટોર્ચર કરતા હતા. પતિ પોલીસ સ્ટેશન જઇને મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાળો બોલતો હતા અને મહિલા ઉપર શંકા રાખીને તકરાર કરીને મારઝુડ કરતો હતો.
જ્યારે આવુ છ થી સાત વખત પતિ સહિત સાસરિયાઓએ કરીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસુ સસરાએ આવીને કહ્યુ કે મારો પુત્ર નોકરી નહિ કરે તારે જ ખવડાવવુ પડશે. બાદમાં પતિએ પણ કારની માંગણી કરીને એટીએમ કાર્ડ લઇ લીધુ હતું તેમજ મારા પિતા એસીબીમાં નોકરી કરે છે તને સસ્પેન્ડ કરાવી દઇશ અને જાતે મરવાની કોશીસ કરીશ કરીને તને નોકરીમાંથી કઢાવી દઇશ તેવી ધમકી આપી હતી. સસરાએ પણ પોલીસ અધિકારીઓ મિત્ર છે તને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકીઓ આપી હતી.




