જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ-વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં સવારે 11.30 વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી અને ભારે અફડાતફડી સર્જાઇ હતી. 
આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગના રણજીત પાદરીયા, સંજયભાઈ સહિતની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ સૌ પ્રથમ રાંધણ ગેસના બાટલાને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જયારે ગેસની નળી લીક થવાના કારણે આગનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.



