સોનગઢનાં ઓટા ચાર રસ્તા પાસે આવેલ ચા’ની લારી ઉપર જાહેરમાં પોતાના આર્થિક લાભ માટે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ ઉપર જુગાર રમાડનાર એક યુવક ઝડપાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને બુધવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ગામના ઓટા ચાર રસ્તા પાસે આવેલ એક ચા’ની લારી ઉપર જાહેરમાં કેટલાક ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખતા હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી સ્થળ ઉપર પહોંચી રેડ કરતા પોલીસ રેડ જોઈ કેટલાક ઈસમો ભાગી ગયા હતો જયારે એક ઈસમ પકડાઈ ગયો હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હિતેશ ઉર્ફે કાળું રાજુભાઈ ભરવાડ (રહે.નવાગામ, જમાદાર ફળિયું, રામદેવપીર મંદિર પાસે, સોનગઢ)નો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે જુગારનાં આંકડા માટે યુઝ થતો મોબાઈલ અને રોકડા રૂપિયા કબ્જે કર્યો હતો. જ્યારે આ કામમાં સામેલ ભાવેશ જગદીશભાઈ શાહ (રહે.સોનગઢ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
