મહારાષ્ટ્રના થાણેમાં સાયબર પોલીસે 75.48 કરોડ રૂપિયાના એક GST ફ્રોડ કેસનો ખુલાસો કર્યો છે. આરોપ છે કે મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાના સાથીઓની સાથે મળીને એક લેપટોપ સેલ્સ સર્વિસ પ્રોફેશનલની ઓનલાઈન ઓળખનો દુરૂપયોગ કરતા ટેક્સ સિસ્ટમમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. પોલીસે આરોપીઓની વિરૂદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
જાણકારી મુજબ આ હાઈટેક ફ્રોડ નવેમ્બર 2024થી એપ્રિલ 2025ની વચ્ચે થયું છે. આરોપીઓએ ખુબ જ યોજનાબદ્ધ રીતે લેપટોપ સેલ્સ પ્રોફેશનલ અને તેમના મિત્રને વિશ્વાસમાં લીધા અને તેમને બંનેએ વિશ્વાસ અપાવ્યો કે તે તેમની મદદ કરશે અને ઓનલાઈન GST ફાઈલિંગ કરશે. ત્યારબાદ આરોપીઓએ તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ લઈ લીધો અને ફ્રોડ કરવાનો ખેલ શરૂ કરી દીધો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે તેમના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને આરોપીઓએ પીડિતોના GST નંબરોની વિરૂદ્ધ ઘણી ખોટી અને શેલ કંપનીઓના નામ પર ખોટા બિલ જમા કર્યા. આ ખોટા બિલો દ્વારા કુલ 75,48,42,087 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન વોલ્યુમ બનાવવામાં આવ્યું. સિસ્ટમમાં એવું બતાવવામાં આવ્યું કે કરોડો રૂપિયાનો વેપાર થયો છે, જ્યારે હકીકતમાં આ માત્ર કૌભાંડ હતું.
આ મામલે ફરિયાદ દાખલ કરાવનારા 33 વર્ષના પીડિતે 31 ઓક્ટોબરે પોલીસને જણાવ્યું કે તેને અને તેના મિત્રને આ છેતરપિંડી હોવાની ખબર ત્યારે પડી, જ્યારે તેમના નામથી ખોટા GST ક્લેમની નોટિસ આવવા લાગી, તેમને જેવી જ એકાઉન્ટની તપાસ કરાવી તો સમગ્ર ખેલ સામે આવ્યો. કોઈએ તેમની આઈડીથી કરોડોની છેતરપિંડી કરી નાખી હતી, મુખ્ય આરોપી મુંબઈના અંધેરીનો રહેવાસી છે. થાણે સાયબર પોલીસે ફરિયાદના આધાર પર તમામ આરોપીઓની વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ એક સોફિસ્ટિકેટેડ સાયબર અને ફાઈનાન્શિયલ ક્રાઈમ લાગે છે, જેમાં ખોટો GST ક્લેમ ફાઈલ કરવા માટે ઓનલાઈન આડી અને પાસવર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાયબર સેલ હવે શેલ કંપનીઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ અને ફાઈનાન્શિયલ ટ્રેલની ઓળખ કરી રહી છે. આ માત્ર GST ફ્રોડનો કેસ નથી પણ એક મોટા સાયબર નેટવર્કનો ભાગ હોય શકે છે. હાલમાં તપાસ ટીમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓએ આ ગોપનીય ડેટા કેવી રીતે મેળવ્યો હતો.



