ભાવનગરના બાર્ટન લાઇબ્રેરી પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગૃપે ચોક્કસ બાતમીના આધારે દરોડો કરી ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર શહેરના હલુરીયા ચોક બાર્ટન લાઈબ્રેરી પાસે આવેલા દિવાનપરા રોડ પર વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ મુસ્તાક ઉર્ફે મુસો અબ્દુલ રહેમાન કાઝી (રહે.કાઝીવાડ, ભાવનગર)ને અટકાવી તલાસી લેતાં ખિસ્સામાંથી નાશકારક ચારસ ૧૧૨ ગ્રામ કિંમત રૂ.૧૬,૮૦૦ મળી આવતા પોલીસે ચરસ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૧,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ ૮ (સી), ૨૧ (બી) મુજબ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુત પાસ હાથ ધરી હતી.
