Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં મળી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે ઉધના મતવિસ્તારમાં પસાર થતી બે હાઈટેન્શન લાઈનનો અંડર ગ્રાઉન્ડ કરવાની રજુઆત સંદર્ભે જેટકોના અધિકારીએ ભેસ્તાનથી ગોવાલક જતી લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની મજુરી મળી ચુકી છે જેનું કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

આ ઉપરાંત તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજુઆત કરી હતી. તેમણે ઉધના વિસ્તારના ગુ.હા.બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસો ૨૫ વર્ષથી જુના હોય જેથી અત્યંત જર્જરીત થઈ ચુકયા છે જેથી ધણા પરિવારો જીવના જોખમે અંદર રહે છે જેથી આવાસોને રી-ડેવલોપમેન્ટ કરવા અંગેની રજુઆત કરી હતી. તેમણે પાંડેસરા જી.આઇ.ડી.સી. મિલોમાં કોલસીના ઉપયોગના કારણે આસપાસની રહેણાંક વિસ્તારોમાં કોલીસીની રજ ઉડવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય જે રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવા જી.પી.સી.બી.ના અધિકારીને જણાવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જોળવા પાટીયા પાસે ભરાતા મંગળવારી બજારના કારણે લોકો જોળવા ગામમાં આવતા રસ્તાઓ તથા હાઈવે પર પાર્કિંગ કરે છે જેનાથી ખૂબ ટ્રાફીક જામ થાય છે. જેથી યોગ્ય કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ ધામદોડલુંભા તથા તેના ઉપરના પુર્વ તરફના ગામોનું વરસાદી પાણીનું વહેણ બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવતુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા રહે છે. જેથી આ પાણીના વહેણને ડાયવર્ટ કરી મીઢોળા નદી સુધી લઈ જવા માટે યોગ્ય કરવાની રજુઆત સંદર્ભે જિલ્લા કલેકટરે સંબધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇનો ખેતરોમાંથી પસાર થાય છે જે લાઇનોના તાર ખુબ ઢીલા હોવાથી ખેડુતોનો ઉભો પાક સળગી જવાના બનાવો બને છે જેથી તાકીદે કાર્યવાહી કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ ડી.જી.વી.એલ.ના અધિકારીને સત્વરે કામગીરી કરવાની સુચના આપી હતી.

આ ઉપરાંત તેમણે કડોદરા-બારડોલી સ્ટેટ હાઈવે નજીકના ગામો જોળવા, બગુમરા, ગંગાધરા ચોકડી, કારેલી ચોકડી, નાદીડા ચોકડીઓ તથા મીઢોળા નદીના પુલ પર સ્ટ્રીટ લાઇટો મુકવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલરે તેમના વિસ્તારમાં આવેલી મિલોથી કોલસાની રંજકણોના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રજકણોના થર જામી જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોય જે સંદર્ભે કલેકટરશ્રીએ જી.પી.સી.બી.ના અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!