ચોમાસાની ઋતુ પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગસ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં પ્રિ-મોનસુન એકટીવીટીના ભાગરૂપે જિલ્લા કલેકટરે પ્રિ-મોનસુન એકટીવીટી-૨૦૨૫ ના કામો સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગત વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાના બનાવો બન્યા હોય તેવા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. સુરત જિલ્લામાં વર્ષાઋતુ-૨૦૨૫ દરમિયાન જિલ્લામાં આવેલા તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસોની સાફ-સફાઈની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત જૂન માસ પહેલા ખોદકામ, ડ્રેનેજ જેવા સરકારી કામો પૂર્ણ કરવા અને જૂન માસમાં નવા કામો તેમજ રસ્તાના કામો શરૂ નહીં કરવા, વૃક્ષો, વીજલાઈનોનું નિરીક્ષણ, જર્જરિત મકાનોના સર્વે પૂર્ણ કરવા, વર્ક વાઈઝ જવાબદારી જે.સી.બી ની ઉપલબ્ધી/યાદી, ડીવોટરીંગ પંપ સહીતના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઈકવિપમેન્ટસની યાદીનું વેરીફીકેશન કરવા, ખાડીને બન્ને કિનારે અનઅધિકૃત દબાણોને દુર કરવાની સુચના આપી હતી. NDRF/SDRFના રોકાણ સ્થળની પસંદગી કરવા, ગ્રામ પંચાયત, મહાનગરપાલીકામાં ખાનગી સરકારી ભયજનક બિલ્ડીંગની ચકાસણી કરી ગામ વાઈઝ/તાલુકા વાઈઝ, આવી કેટલી બિલ્ડીંગ છે? કોની માલીકીની છે? તે ચકાસવું. તથા ભયજનક બીલ્ડીંગ અંગેનું બોર્ડ મુકવાના રહેશે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા (વોટર લોગીંગની સમસ્યા) બાબતે તમામ પ્રાંત અધિકારીશ્રીઓએ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી એકશન પ્લાન ધડી કાઢવાની સુચના કલેકટરશ્રીએ આપી હતી.
