તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી આ રસ્તા પરથી પસાર થતા વાહન-વ્યવહારના રૂટ પર ડાયર્વઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપી-વ્યારાએ જાહેરનામું બહાર પાડી દેગામા ટીચકપુરા રસ્તો બંધ કરી તેના બદલે તાપી જિલ્લાનાં મુખ્ય મથક વ્યારા ખાતે આવવા જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે રૂપવાળા કપુરા, દેગામા શાહપુર વ્યારા અને દેગામા-બાજીપુરા વ્યારા માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ જાહેરનામુ તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
