તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કોંગોની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સંખ્યાબંધ કેદીઓ મૃત્યુ પામ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સંખ્યાબંધ કેદીઓ મૃત્યુ પામ્યા છે. આ ઘટના અંગે માહિતી આપતાં સરકારે કહ્યું કે, સોમવારે કિંશાસાની સેન્ટ્રલ મકાલા જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 129 લોકો માર્યા ગયા છે.

મોતના આંકડા અંગે અનેક માનવાધિકાર સંસ્થાઓ સરકાર સામે સવાલ કરી રહી છે કે, તંત્ર ઓછો આંકડો બહાર પાડી રહી છે, આ ભયવાહ ઘટનામાં મૃત્યુઆંક મોટો હોઈ શકે છે. ગૃહમંત્રી શબાની લુકુએ જણાવ્યું કે ,129 મૃત્યુમાંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના મોત ભાગદોડના કારણે થયા છે. કોંગોના ગૃહમંત્રીએ કહ્યું, ‘129માંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના કેદીઓ ધક્કો મારવાથી અથવા ગૂંગળામણને કારણે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.’ જેલની વહીવટી ઇમારત, તેના ફૂડ ડેપો અને એક હોસ્પિટલમાં પણ આગ લાગી હતી, જેમાં લગભગ 59 લોકો ઘાયલ થયા હતા. વીડિયો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શબાનીએ કહ્યું કે, ‘મકાલા સેન્ટ્રલ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણું નુકસાન કર્યું છે.’

જેલના એક અધિકારીએ કહ્યું કે એક પણ કેદી ભાગવામાં સફળ થયો નથી. જેલમાંથી જે લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની હત્યા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરાઈ છે. અહેવાલો અનુસાર, ઘટના રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 2 વાગ્યે બની હતી. જેલમાં બંધ એક કેદીએ નિવેદનમાં જણાવ્યું કે સવારે તેઓએ ભારે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને સાથે-સાથે કેદીઓનો અવાજ પણ સાંભળી શક્યા હતા. રિપોર્ટ અનુસાર, કોંગોની મુખ્ય જેલની ક્ષમતા જ માત્ર 1500 કેદીઓની છે અને તેમાં 12,000થી વધુ કેદીઓ ભરેલા છે. તેમાંથી મોટાભાગના કેદીઓના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કોંગો અને ખાસ કરીને આ મકાલા જેલમાંથી ભાગી જવાની ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, કોંગો વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. જોકે કોંગો પાસે ખનિજોનો મોટો જથ્થો છે. તારીખ 30 જૂન 1960ના રોજ આઝાદ થયા બાદ પણ આજદિન સુધી કુદરતી ભંડાર છતા દેશ કોઈ ખાસ પ્રગતિ કરી શક્યો નથી. આઝાદી બાદથી વિવિધ પ્રકારના આંતરિક સંઘર્ષો સાથે જ કોંગોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.