પ્રજાલક્ષી અગત્યના કામોને અગ્રીમતા આપવા વહીવટી તંત્રને સૂચના આપતા મંત્રીશ્રી વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રભારી સચિવશ્રી IAS રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં જિલ્લામાં થઈ રહેલા વરસાદમાં વહીવટી તંત્રની કામગીરી ઉપરોક્ત જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકૌપયોગી કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં દરેક તાલુકામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવ, રસ્તાઓના ઓવર ટોપિંગ, ડૂબાઉ કોઝવે, રસ્તાઓની પરિસ્થિતિ, સ્થળાંતર, બચાવ કામગીરી, રસ્તા રિપેરિંગ અને પેચવર્ક, હાઈવેની પરિસ્થિતિ, આરોગ્યલક્ષી કામગીરી, દરિયા ધોવાણ અંગે પ્રોટેક્શન વોલ કામગીરી, વગેરે બાબતોએ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.




