ખેડાનાં તારાપુર વટામણ હાઇવે પર ગંભીર અક્સ્માત થયો હતો. જેમા બાઇક સવાર બે મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જોકે રોંગ સાઈડ બાઈક જતું હતું ત્યારે સામેથી આવતી ગાડી અથડાતા અકસ્માત થયો હતો. બનાવ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ધોળકા તાલુકાનાં ભોળાદ ગામના ઊંચાડિયું ફળી ખાતે રહેતા મનીષકુમાર રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા બળવંતભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને મિત્ર કનુભાઈ બહાદુરભાઈ સોલંકીને લઈને સવારે ૯ કલાકે કામ અર્થે નીકળ્યા હતા. 
જેથી મનીષભાઈએ આસપાસના લોકોને અકસ્માત અંગે પૂછતા જણાવ્યું હતું કે, બાઈક રોંગ સાઈડમાં જતું હતું તે સમયે સામેથી આવતી ગાડીમાં અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીને આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માતની જાણ થતા તારાપુર પોલીસ તથા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોની લાશને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તારાપુર પોલીસે મનીષકુમાર બળવંતભાઈ રાઠોડની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



