સુરત જિલ્લાનાં પીપોદરા જીઆઈડીસીમાં આવેલ કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં શોટ સર્કીટનાં કારણે ભિષણ આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રીગેડની ટીમ દોડી આવી હતી. કલાકોની જહેમતનાં અંતે આગને કાબુમાં લેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, પીપોદરા જીઆઇડીસીમાં આવેલ વાલેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ કાપડ બનાવતી ફેક્ટરીનાં મશીનમાં આગે દેખા દીધી હતી. જોકે ગણતરીનાં સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ બેકાબુ આગનાં પગલે સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં બનાવનાં પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રીગેડની ટીમે બનાવનાં સ્થળે પહોંચી જઇ કલાકોની જહેમતનાં અંતે બેકાબુ આગને કાબુમાં લીધી હતી.



