રાજકોટ જિલ્લાનાં ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોરબંદરથી અમદાવાદ તરફ જતી ખાનગી બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ મુસાફરો વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે.
આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા. અકસ્માતને કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
