સુરતનાં બારડોલી તાલુકાનાં ઈસરોલી ગામનાં બાવળી ફળિયામાં રહેતો બિપીનભાઈ ઉર્ફે લાલુ ચીમનભાઈ ચૌધરી પોતાના મકાનમાં બહારથી ગાંજાનો જથ્થો લાવીને છૂટક વેચાણ કરી રહ્યો હોવાની બાતમી જિલ્લા એસ.ઓ.જી. પોલીસને મળતા ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન બિપીનભાઈ ચૌધરીને ત્યાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.




