વ્યારાનાં કટાસવાણ ગામનાં નિશાળ ફળિયામાં મગજનું સંતુલન ગુમાવી ચૂકેલી મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કટાસવાણ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા નિર્મળાબેન વિપુલભાઈ ગામીત (ઉ.વ.૩૮) છેલ્લા ચાર વર્ષથી અસ્થિર મગજના લીધે ઘરે ગમેતેમ વર્તન કરતી હતી જેથી તેણીની સારવાર ચાલતી હતી. પરંતુ તારીખ ૦૪/૦૭/૨૦૨૫ નારોજ બપોરનાં ઘરે રૂમમાં સિલિંગ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પરિવારજનોએ નિર્મળાબેનને સારવાર માટે વ્યારા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે ડોક્ટરે નિર્મળાબેનને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે કાકરાપાર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
