અમદાવાદમાં અસારવામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિએ વ્યાજખોર પાસેથી રૂ.૪ લાખ ૧૦ અને ૨૦ ટકા વ્યાજે લીધા હતા. તેની સામે મહિલાએ દાગીના ગિરવે મુકીને રૂ.૨૨.૩૭ લાખ ચૂકવ્યા પછી પણ વધુ વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરીને ધમકીઓ આપતા હતા જેમના ડરના કારણે મહિલા પરિવાર સાથે બહાર ગામ રહેવા મજબૂર બની હતી. આખરે ધમકીઓથી કંટાળીને મહિલાએ વ્યાજખોર અને તેના મિત્ર સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અસારવામાં રહેતી મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૨૦માં પતિએ લોન ઉપર રિક્ષા લીધી હતી. જેમાં છ હપ્તા ન ભરતા ફાઇનાન્સ કંપનીએ રિક્ષા પરત ખેંચવા આવ્યા હતા. 
જેથી પાસે રૃપિયા લેવા ગયા ત્યારે લોન ભરવા રૃપિયા આપ્યા હતા મહિલના પતિને ધંધામાં રૃપિયાની જરૃર પડતા તેમની પાસેથી રૂ.૪ લાખ ૧૦ અને ૨૦ ટકા વ્યાજે લીધા હતા. જેની સામે દાગીના વેચી અને સંબંધીઓ પાસેથી ઉછીના લઇને કુલ રૂ.૨૨.૩૭ લાખ આપ્યા હતા તેમ છતા પણ વ્યાજખોર ખોટી રીતે વ્યાજની માંગણી કરીને દંપતિને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી રિક્ષાના હપ્તા ભરવાનું કહ્યું હતું પરંતુ આરોપીએ તે ભર્યા ન હતા. જેથી ફરિયાદીના પતિ આરોપીને પૂછવા જતા ગાળો બોલ્યો હતો. અને અવાર નવાર વ્યાજની માંગણી રીને ધમકી આપતા હતા જેથી કંટાળીને સાત મહિના પહેલા મહિલાએ ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેઓ ગાંધીધામ રહેવા ગયા હતા. પરત આવતા આરોપી અને તેનો મિત્ર રૂપિયાની ઉઘરાણી કરીને અવારનવાર ધમકી આપતા હતા.



