તાપી જિલ્લાનાં મુખ્ય મથક વ્યારા સ્થિત શ્રી રામ તળાવ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તા.૨૯મી મે નારોજ યોગ શિબિર યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા તાપી જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજાયેલી આ યોગ શિબિરમાં જિલ્લાના ૫૦૦થી વધુ યોગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિરમાં તાપી જિલ્લાના ધારાસભ્ય ખાસ હાજર રહ્યા હતા અને યોગ પ્રેમીઓમાં ઉમંગ ઉત્સાહ ભર્યો હતો. કાર્યક્રમમાં સાઉથ ઝોન યોગ બોર્ડની કોઓર્ડિનેટરએ યોગ શિબિરનું સંચાલન કરતા યોગપ્રેમીઓને યોગ ક્રિયાઓ તથા પ્રાણાયામનું પ્રોટોકોલ મુજબ માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં પ્રથમ તબક્કે IDY યોગ પ્રોટોકોલનું તાલીમ સત્ર યોજાયું હતું અને ત્યારબાદ મેદસ્વિતા મુક્તિ માટે વિશેષ આસન, પ્રાણાયામ તથા ઉપાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
