તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

સોનગઢ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવક અને કિશોરીનું કરુણ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં રવિવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર-53 પર રાજુભાઈની હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

વિગતો અનુસાર મૂળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામનો રહીશ અરવિંદભાઈ વનકરભાઈ વસાવા પોતાની યુનિકોર્ન મોટરસાયકલ નંબર GJ-26-AG-2805 પર બે મહિલાઓ સાથે પસાર થઈ રહ્યો હતો. સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અરવિંદભાઈ વસાવા અને પાછળ બેસેલી 13 વર્ષીય કિશોરી પ્રતિગ્યાબેન દિલીપભાઈ વસાવા (રહે.મહુપાડા) ને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જયારે મોટરસાયકલ પર સવાર અન્ય એક મહિલા વૈશાલીબેન ગંભીરભાઈ વસાવા (ઉં.વ.25) ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક અરવિંદભાઈના પિતા વનકરભાઈ સોનાભાઈ વસાવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.