ડોલવણનાં પદમડુંગરી ગામની સીમમાં બ્રિજ ઉપર અંધારુ હોવા છતાં ટ્રેક્ટરનાં ચાલકે રિફલેક્ટર તથા પાર્કીંગ લાઇટ ચાલુ નહીં રાખતા બાઈક ટ્રેક્ટર સાથે અથડાઈ જતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું જયારે બાઈક પર સવાર એક યુવકને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ચીકાર ગામમાં રહેતો ઋતિક રાજેશભાઇ પવાર (ઉ.વ.૨૧)નો તારીખ ૦૫/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાના કબજાની હોન્ડા કંપનીની સાઇન બાઈક નંબર જીજે/૧૯/એઈ/૫૨૮૧ને લઈ રાનકુવા ગયા હતા અને ત્યાંથી ઘરે આવતા હતા. તે સમયે પદમડુંગરી ગામની સીમમાં બ્રિજ ઉપર ટ્રેલર સાથેનું ટ્રેક્ટર નંબર જીજે/૧૬/કે/૮૩૬૬ ઉભું હતું. તેમજ ટ્રેક્ટરનાં ટ્રેલરમાં લીલુ ઘાસ ભરેલ હતું અને ટ્રેક્ટર બ્રિજ ઉપર અંધારુ હોવા છતાં ટ્રેક્ટરનાં ચાલકે રિફલેક્ટર તથા પાર્કીંગ લાઇટ ચાલુ નહી હતી અને ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરેલ હતું.
જેથી ટ્રેક્ટરનાં ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો જોક આ અકસ્માતમાં બાઈક ઋત્વિકનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું જયારે બાઈક સવાર બીજો યુવક રાહુલ સમુયેલભાઈ પવાર (ઉ.વ.૧૮., રહે.ચીકાર ગામ, વાંગણ ફળિયું, વઘઈ)ને માથાનાં ભાગે તથા પીઠનાં ભાગે ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે મૃતકનાં પિતા રાજેશભાઈ પવારનાંએ તારિખ ૦૬/૦૬/૨૦૨૫ નાંરોજ ડોલવણ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
