વ્યારાનાં નાની ચીખલી ગામની સીમમાં આવેલ હનુમાન મંદિર પાસે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પર સવાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે બાઈક પર પાછળ બેસેલ મહિલાને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ડોસવાડા ગામનાં ખાટીબોર ફળિયામાં રહેતા ઈશાકભાઈ રમેશભાઈ ગામીત (ઉ.વ.૨૭)નાઓ ગત તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/જે/૦૨૮૭ ઉપર અર્પિતાબેન રવીન્દ્રભાઈ ગામીત (રહે.ડોસવાડા ગામ, ખાટીબોર ફળિયુ, સોનગઢ)ને બેસાડી નાની ચીખલી ગામે પ્રસંગ ગયા હતા અને ત્યાંથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે નાની ચીખલી ગામની સીમમાં આવેલ હનુમાન મંદિર પાસે રોડ ઉપર ઈશાકભાઈની બાઈક રોડ ઉપર સ્લીપ ખાઈ જતાં રોડ ઉપર પડી ગયા હતા. જેથી બાઈક પાછળ બેસેલ મહિલા અર્પિતાબેનને પગનાં ઘુટણાનાં ભાગે તથા બંન્ને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ બાઈક ચાલક ઈશાકભાઈને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન ગત તારીખ ૦૧/૦૬/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અર્પિતાબેન ગામીતએ ગત તારીખ ૦૬/૦૬/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે અકસ્માતની જાણ કરી હતી.
