મનિષા એસ. સુર્યવંશી/તાપે : ડોલવણનાં પાટી ગામનાં નવાઠિ ફળિયા પાસેનાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક ચાલકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. 
મળતી માહિતી મુજબ, ડોલવણનાં પાટી ગામના મહાદેવ ફળિયામાં રહેતા બાબુસીંગભાઈ ડાહ્યાભાઈ ગામીત (ઉ.વ.૩૩)નો ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૪ નાંરોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એચ/૦૬૬૭ને લઈ ગામનાં નવાઠિ ફળિયા પાસેના નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતા હતા. તે દરમિયાન બાઈક જીજે/૨૬/એએ/૦૨૨૪નાં ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાબુસીંગભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક બાબુસીંગભાઈને કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર બાદ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અજીતભાઈ રતીલાલભાઈ ગામીતએ બાઈક ચાલક સામે તારીખ ૧૪/૦૪/૨૦૨૫ નાંરોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



