નિઝરના રૂમકીતલાવ ગામમા પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા યુવકને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૭-૦૭-૨૦૨૫ નારોજ રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નિકળેલા હતા. તે દરમિયાન રૂમકીતલાવ ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, રૂમકીતલાવ ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતા એક ઇસમ પોતાના ઘરમાં હાજર મળી આવતા સદર ઇસમનું નામ પુછતા તેણે પોતે પોતાનું નામ, ભુપેન્દ્ર દિલીપભાઇ વળવી (ઉ.વ.૩૦., રહે.રૂમકીતળાવ ગામ, નિઝર)નો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી તેના ઘરની તપાસ હાથ ધરતા ઘરની બાજુમા આવેલ પજારીમાં તપાસ એક કાળા કલરનું બેગ તથા સફેદ કલરનો મીણી કોથળો મળી આવ્યો હતો જે બેગમાં તથા મીણીયા કોથળામાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બીયર તથા ઓલ્ડમોન્ક રમ તથા ટેંગો પંચની, કાચ તથા પ્લાસ્ટિકની મળી કુલ ૬૪ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૫,૫૩૦/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
