નિઝરનાં નવી ભીલભવાલી ગામની સીમમાં આવતાં નવી ભીલભવાલી ગામથી ખાંડબાર જતાં રોડ ઉપર નાકા પોઇન્ટ પાસે આવતા ખાંડબારા ગામ તરફથી એક મોપેડ બાઈક ચાલક યુવકને ભારતીય વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફ માણસો રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન નવી ભીલભવાલી ગામની સીમમાં આવતાં નવી ભીલભવાલી ગામથી ખાંડબાર જતાં રોડ ઉપર નાકા પોઇન્ટ પાસે આવતા ખાંડબારા ગામ તરફથી એક મોપેડ બાઈક ચાલક પોતાની કબ્જાની આગળનાં ભાગે કાળા કલરનાં બેગમાં તથા એક વિમલનાં થેલામાં કંઈક ભરી લઈ આવતો હોય જેથી પોલીસે મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એજે/૦૨૫૭નાં ચાલકને નીચે ઉતારી આગળનાં ભાગે જોતા વિમલનાં થેલામાં તથા બેગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કૂલ ૧૪૬ નંગ બોટલો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે મોપેડ બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, રાજેશ દિલીપભાઈ વણઝારા (રહે.રૂમકીતળાવ ગામ, મંદિર ફળિયું, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા ૪૧,૫૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
