વ્યારાનાં વિરપુર ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર એચ.પી. પેટ્રોલ પંપથી આગળ વ્યારાથી સોનગઢ તરફ જતાં રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર એક યુવકનું મોત નિપજ્યું હતું અને યુવકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં મસાનપાડા ગામનાં બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા સાગરકુમાર ગોપાળભાઈ ગામીત(ઉ.વ.૨૮)નો તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નાંરોજ બાઈક નંબર જીજે/૨૬/આર/૪૬૦૫ પર કડોદરાથી ઘરે આવતાં હતા.
તે સમયે વ્યારાનાં વિરપુર ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર એચ.પી. પેટ્રોલ પંપથી આગળ વ્યારાથી સોનગઢ તરફ જતાં રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક સાગરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.
તેમજ બાઈક પાછળ બેસેલ હાર્દિક અશોકભાઈ ગામીત (રહે.મસાનપાડા ગામ, સોનગઢ)ને જમણા પગના પંજા પાસે ઈજા પહોંચી હતી અને શરીરે મુંઢ ઈજા પણ પહોંચી હતી. જયારે આ અકસ્માતમાં બાઈક ચાલક સાગરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ આ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના કબ્જાનું ટ્રક લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા ગોપાળભાઈ ગામીત નાંએ અજાણ્યા ટ્રક ચાલક સામે તારીખ ૧૩/૦૫/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
