સુરત જિલ્લાનાં પાટી ગામનાં મેળામાં વાસણનાં સ્ટોલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રીનાં સમયે ઊંઘતા યુવકનો મોબાઈલ ચોરી થયાની ફરિયાદ કુકરમુંડા પોલીસે મથકે નોંધવામાં આવી હતી. 
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં તલોદામાં ખાનદેશી ગલીમાં રહેતા ગૌરવ સંતોષભાઈ ચૌહાણ નાંઓ ગત તારીખ ૧૧/૦૪/૨૦૨૫ નાંરોજ પાટી ગામનાં મેળામાં વાસણનાં સ્ટોલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રીનાં સમયે સુઈ ગયો હતો. તે દરમિયાન બાજુમાં રાખેલ એક સિલ્વર કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા ૧૬,૪૭૯/-ને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે ગૌરવ ચૌહાણએ તારીખ ૦૪/05/૨૦૨૫ નાંરોજ કુકરમુંડા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.



