Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અડાલજથી ઝુંડાલ સુધીનાં માર્ગને પહોળો કરવા માટે ૩૦૦ જેટલા દબાણો દૂર કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવા માટે ૩૦૦ જેટલા દબાણો નડતર રૂપ છે ત્યારે આ દબાણકારોને નોટિસ સાથે અલ્ટીમેટમ આપવાની સાથે રવિવારે રજાના દિવસથી અહીં સંબંધિત તમામ તંત્ર દ્વારા સંયુક્ત મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ૪૦ જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતુ ત્યારે મકાન દુકાન મળીને વધુ ૨૦ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગરના અડાલજથી ઝુંડાલ સુધીના હાઇવેને સર્વિસ રોડ સહિત એઇટલેન કરવાનો છે ત્યારે અહીં ઉભા થયેલા દબાણો દૂર કરવા માટે તંત્રો દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ગુડા, આરએન્ડબી, પંચાયત, મામલતદાર સહિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રવિવારે પોલીસ પ્રોટેક્શન સાથે રવિવારે જ અહીં બુલડોઝરો દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૪૦ જેટલા દાબણો દૂર કરવામાં આવ્યા હતા.ત્યારે આજે બીજા દિવસે પણ અહીં દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ રાખવામાં આવી હતી.

બુલડોઝર સાથે તમામ તંત્રની ટીમે અહીં અડિંગો જમાવ્યો છે અને ૧૫ દુકાનો અને પાંચ મકાનો સહિત ૨૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જોકે અહીં પાકા બાંધકામવાળા દબાણો દૂર કર્યા બાદ ઉભો થતો કાટમાળનો કચરો દૂર કરવો તંત્ર માટે માથાનો દુઃખાવા સમાન બન્યો છે કાટમાળ દૂર કરવાની કામગીરી ખુબ લાંબી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઇવે ઉપર નાના મોટા અને કાચા પાકા લગભગ ૩૦૦થી વધુ દબાણો નડતરરૂપ છે તે દૂર કરવા માટે મેગા ઓપરેશન આગામી ચારથી પાંચ દિવસ ચાલે તો નવાઇ નહીં.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!