ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ભામાશાહ પાર્કમાં ચાલી રહેલી સ્વામી રામભદ્રાચાર્યની શ્રી રામ કથામાં ભારે અફરાતફરીની ઘટના બની છે. રામ કથા ચાલી રહી હતી તે દરમિયાન ત્યાં લગાવેલા એસીનું કોમ્પ્રેસર અચાનક ફાટ્યું અને ઘટનાસ્થળે ડરનો માહોલ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કોમ્પ્રેસર ફાટતાની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી અને તાત્કાલિક ફાયરબ્રિગ્રેડની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને મોટી દુર્ઘટના ટાળવામાં આવી.
જોકે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી. હાલમાં મેરઠના ભામાશાહ પાર્કમાં સ્વામી રામભદ્રાચાર્યની શ્રી રામ કથા ચાલી રહી છે. મંગળવારે પણ મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા માટે ભામાશાહ પાર્ક પહોંચ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક પંડાલની વચ્ચે એક મોટો વિસ્ફોટ થયો અને આગની જ્વાળાઓ જોતા જ એક વ્યક્તિએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું, જેના કારણે લોકોએ ભારે હલચલ મચાવી દીધી. માહિતી મળતાં જ પોલીસની ટીમ અને ફાયરબ્રિગ્રેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો.
એસી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એસી કોમ્પ્રેસર સ્ટેજની જમણી બાજુ અને સ્ટેજની નીચે લગાવવામાં આવ્યું હતું. ઘટનાના 20 મિનિટ પછી કથા ફરી શરૂ થઈ. જ્યારે કોમ્પ્રેસરમાંથી આગ નીકળી ત્યારે નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ આ જોયું અને એલાર્મ વગાડ્યો. આ પછી પોલીસકર્મીઓ અગ્નિશામક ઉપકરણ સાથે ઘટનાસ્થળે દોડી ગયા અને આગને કાબુમાં લીધી. એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાની માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો છે.



