ડાંગ જિલ્લામાં એસીબીએ લાંચિયા સામે મોટી કાર્યવાહી કરી છે. સુબીર તાલુકા પંચાયતમાં મનરેગા શાખાની મહિલા ગ્રામ રોજગાર સેવક અને તેનો પતિ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણેએસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ તેમના ગામના ચાર અરજદારોના મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલીંગના કામકાજ માટે ફાઇલ તૈયાર કરી વહિવટી મંજુરી માટે સુબીર તાલુકા પંચાયત કચેરી મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવકને મળતા તેઓએ વહિવટી મંજુરી માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે એક અરજદારના રૂ.૮,૨૦૦/- લેખે ચાર અરજદારોના મળી કુલ્લે રૂ.૩૨,૮૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જે ફરીયાદ આધારે તા. તા.૦૪/૧૨/૨૦૨૫ નારોજ સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઇ ગામીતની દુકાન પાસે લાંચના છટકાનુ આયોજન કરેલ તે લાંચના છટકા દરમ્યાન ફરીયાદી (૧) અનુસુયાબેન W/O હેમંતભાઇ પટેલ, ઉ.વ.૪૭, હોદ્દો. ગ્રામ રોજગાર સેવક (કરાર આધારીત), મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, સુબીર, જી.આહવા-ડાંગ નાઓએ લાંચના રૂ.૩૨,૮૦૦/- તેમના પતિ આરોપી હેમંતભાઇ વિનુભાઇ પટેલને આપવા જણાવી જે લાંચની રકમ સ્વીકારતા પતિ-પત્ની એસીબીના છટકામાં સંપડાઈ ગયા હતા.




