અમદાવાદ એસીબી દ્વારા ગાંધીનગર આરટીઓ કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેમાં કોમર્શિયલ વાહનોના ઓનલાઇન ટેક્સ પેટે ૧ હજારની લાંચ લેતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને એજન્ટને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પાટનગર ગાંધીનગરમાં આવેલી આરટીઓ કચેરીમાં પણ કોઈપણ કામ માટે આવતા અરજદારો પાસેથી ૧૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો વ્યાપક બની હતી. 
ત્યારબાદ આ ફોર્મમાં આરટીઓ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ દ્વારા પણ સહી કરવામાં આવી હતી અને અરજદારને ફરીથી એજન્ટ દીપેનભાઈ પાસે મોકલવામાં આવતા ૧૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે સ્વીકારતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.સોલંકી અને તેમની ટીમ પહોંચી ગઈ હતી અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરટીઓ કચેરીમાં એસીબી દ્વારા અધિકારીને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હોવાના મેસેજ મળતા અન્ય અધિકારી કર્મચારીઓમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો હતો.



