મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલા કન્ટેનરની સાપુતારાથી શામગહાનને જોડતા માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં બ્રેક ફેઈલ થઈ જતા બેકાબુ બની માર્ગની સાઈડમાં આવેલ ભેખડો સાથે ભટકાઈને થંભી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જ્યારે ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો. જ્યારે બીજા બનાવમાં નારિયેળનાં છોતરા ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો. પુણેથી નારિયળનાં છોતરાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં આઈસર ટેમ્પો સંરક્ષણ દીવાલ સાથે અટકી જતા ખીણમાં ખાબકતા બચી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પોને જંગી નુકસાન થયુ હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયેલ હોવાની માહિતી મળી હતી.
