કેરળ અને મુંબઇ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મહારાષ્ટ્ર અને મુંબઇથી આગળ વધવાના બદલે ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીને જણાવ્યા મુજબ, મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. 
પરંતુ નિયમિત વરસાદ વરસતો નથી. આ અંગે હવામાન વિભાગના અડીકારી જણાવે છે કે, આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઇ છે પણ કેરળમાંથી ચોમાસું આગળ વધીને મુંબઇ સુધી આવીને અટકી ગયું છે. આ ચોમાસુ ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ ત્યાં જ વરસી રહ્યો છે. પરંતુ અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસું આગળ વધી શકયું નથી. હવે અરબી સમુદ્વ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષે મે મહિનાના અંતે કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટાં પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદની તો 14 અને 15 જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ 14 અને 15 મી જૂન પછી જ ચોમાસું એન્ટ્રી કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.



