Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિશ્વ આરોગ્ય દિવસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ છે જે દર વર્ષે ૦૭મી એપ્રિલે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO), તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓના પ્રાયોજકતા હેઠળ ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ WHO ની સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ વિષય પર વિશ્વભરનું ધ્યાન દોરવાની તક તરીકે જોવામાં આવે છે. ચોક્કસ થીમ સાથે આ દિવસને ઉજવી આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક વિષય ઉપર ધ્યાન દોરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૫ની થીમ ‘સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય’ છે. નવસારી જિલ્લામાં સૌના આરોગ્યની દરકાર કરતું જિલ્લા આરોગ્ય વિભાગ અનેક બાબતોમાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે. યુનિવર્સલ રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત નવસારી જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં ૯૯.૮૮% બાળકોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં ટીનએજ પ્રેગ્નન્સી (૧૮ વર્ષ થી ઓછી ઉમરની) ગતવર્ષ ૨૦૨૩-૨૪ માં ૨૯૬ નોંધાયેલ હતી, જયારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં નોંધપત્ર ઘટાડો થતા ટીનએજ પ્રેગ્નન્સી – ૧૧૮ નોંધાયેલ છે તથા નવસારી જિલ્લામાં માતામરણ દર અને બાળમરણનો દર ગત વર્ષની સરખામણીમાં અંશતઃ ઘટાડો જોવા મળ્યો છે. જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ અનેક જનજાગૃતિના કાર્યક્રમો અને કેમ્પની સરહના કરવી પડે. ૧૦૦ દિવસ TB Elimination Programme નવસારી જિલ્લામાં National Tuberculosis Elimination Programme અંતર્ગત ૧૦૦ દિવસ TB Elimination Programme ૭ ડીસેમ્બર ૨૦૨૪ થી શરૂ  કરવામાં આવ્યો હતો.

જેમાં હાઇ રીસ્ક હોય એવી કુલ બે લાખ થી વધુ વસ્તી આજ દીન સુધી આવરી લેવામાં આવ્યા હતા. જેમાથી ૪૫૯૨૧ના એક્ષ રે, ૭૬૯૦ ના NAAT તપાસ તથા ૭૩૮૨ ની માઇક્રોસ્કોપી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાથી ૪૪૧ થી વધુ નવા કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં નવા નોંધાયેલ ટીબીના કેસો – Incidence Rate વર્ષ ૨૦૨૩ મા ૧૦૩ હતો જે ૨૦૨૪ માં ઘટાડો થઇ ૯૩ થયો છે. નવસારી જિલ્લામાં ટીબીના કારણે થતા મૃત્યુનો દર વર્ષ ૨૦૨૩ મા ૬% હતો જે ૨૦૨૪માં નોંધપાત્ર ઘટાડો થઇ ૪% થયેલ છે. આટલુ જ નહીં યોજનાઓના અમલીકરણ અને તેની સહાય ચૂકવવામાં પણ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે.

નિક્ષય પોષણ યોજના અંતર્ગત દરેક ટીબીના દર્દીને DBT દ્વારા સહાય ચૂકવવામાં નવસારી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. નોન કોમ્યુંનીકેબ્લ ડીસીસ પ્રોગ્રામ અંતર્ગત ડ્રાઈવમાં નવસારી જીલ્લા દ્વારા થયેલ ઉત્કૃષ્ટ કામગીરી નોંધ રાજ્યકક્ષાએ લેવાઈ નોન કોમ્યુંનીકેબ્લ ડીસીસ પ્રોગ્રામ અંતર્ગત ડ્રાઈવ કરવામાં આવેલ, જેમાં તા.૨૦/૦૨/૨૦૨૫  થી તા.૩૧/૦૩/૨૦૨૫ દરમ્યાન ૧,૪૧,૯૫૯ હાયપરટેન્શનના દર્દીનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું. જેમાંથી ૬૬૫૦ દર્દીઓ શોધવામાં આવ્યા હતા. તેમજ ડાયાબીટીસના ૧૪૧૪૩૪ લાભાર્થીનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ જેમાંથી ૫૨૨૩ દર્દી શોધવામાં આવ્યા હતા. આજે આ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ડ્રાઈવમાં નવસારી જિલ્લા દ્વારા થયેલ ઉત્કૃષ્ટ કામગીરી નોંધ રાજ્યકક્ષાએ લેવાતા રાજ્ય કક્ષાએથી સરહના કરવામાં આવી હતી.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ૨,૭૧,૨૬૯ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત  R B S Kની કુલ-૨૧ ટીમો કાર્યરત છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કુલ ૨,૭૧,૩૩૨ બાળકો છે, જે પૈકી  ૨,૭૧,૨૬૯ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. શાળા અને આંગણવાડીમાં સ્ક્રીનીંગ દરમ્યાન ૫૧,૨૩૮ ખામીવાળા બાળકો નોંધાયા છે. હૃદયરોગની ખામીવાળા ૨૨૧ બાળકો પૈકી ૨૩ બાળકોને ઓપરેશન કરવામાં આવ્યું છે. કીડની રોગની ખામીવાળા તમામ ૩૯ બાળકો અને કેન્સર રોગની ખામીવાળા તમામ ૧૦ બાળકો સારવાર હેઠળ છે. ૨૬,૨૮૮ લાભાર્થીઓએ PMJAY યોજના અંતર્ગત નિઃશુલ્ક લાભ મેળવ્યો: યોજના અંતર્ગત રૂપિયા ૫૬૭,૩૭૩,૫૯૪નું ચુકવણું સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યુ આયુષ્માન ભારત યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪માં ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે “આયુષ્માન વય વંદના” જન આરોગ્ય યોજના (AB PM-JAY)ની શરૂઆત કરી હતી.

આ યોજના અંતર્ગત જિલ્લા નવસારીને ૫૮૮૧નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે નવસારી જિલ્લામાથી ૭૨૫૪ “આયુષ્માન વય વંદના કાર્ડ” બનાવવામાં આવ્યા છે.  ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂરો કરી સારી કામગીરી કરવામા આવી છે. PMJAY કાર્ડ દ્વારા ૨૦૦૦થી વધુ તબીબી પ્રક્રિયાઓ માટે સારવાર પ્રદાન કરે છે પહેલા દિવસથી જ કોઈપણ રાહ જોયા વિના પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોને આવરી લે છે. PMJAY યોજનાનો લાભ જિલ્લા નવસારીના ૨૬,૨૮૮ લાભાર્થીઓએ મેળવ્યો જેનું કુલ ચુકવણું ૫૬૭,૩૭૩,૫૯૪ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જિલ્લા રોગચાળા નિયંત્રણ અને જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય/શહેરી વિસ્તારોમાં પ્રવર્તતા પાણીજન્ય રોગચાળા, વાહકજન્ય રોગો અને અટકાયતી પગલાં અંગે કામગીરી કરવામાં આવે છે. જેમાં રોગચાળા અટકાયતી પગલાં લઈ જે તે વિસ્તારોમાં વાહકજન્ય રોગચાળામાં વધારો નોંધાયેલ હોય તેવા વિસ્તારોમાં મચ્છરના ઉત્પતિ સ્થાનો નાબુદ કરી અથવા વેકટર કંટ્રોલ કામગીરી હાથ ધરી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા તેમજ તાવના કેસોનું ઘનિષ્ટ સર્વેલન્સ કરાવવામાં આવે છે.

આટલુ જ નહિ જિલ્લા ઉપર આવેલ આફતની પરિસ્થિતિઓમાં પણ નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય રહી લોકોની સેવા માટે તત્પર રહે છે. ગત વર્ષે નવસારી જિલ્લામાં નવસારી અને ગણદેવી તાલુકામાં પૂર્ણા નદી પુરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પુરના કારણે પાણી ભરાયેલ વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ૧૧૮૪ જેટલા લોકોને પુરના કારણે તેઓને સલામત જગ્યા પર ખસેડવાની સાથે સેલ્ટર હોમ પર આરોગ્યની વિવિધ ટીમો દ્વારા સર્વેલન્સ કરી રોગચાળા અટકાયત અને નિયંત્રણ અંગેની વિવિધ આઈઇસી એક્ટિવિટી કરવામાં આવી હતી. પહેલું ‘સુખ તે જાતે નર્યા’ દરેક વ્યક્તિ માટે આરોગ્યએ પ્રથમ આવશ્યકતા છે ત્યારે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ પોતાની સેવાભાવના અને કર્મનીષ્ઠા થકી નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર છે. આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે સૌ આરોગ્યકર્મીઓને નમન.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!