Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અઢી વર્ષનાં પુત્રની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કરતા પંથકમાં ચકચાર મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટનાં એક ફલેટમાંથી ગુરૂવારે સવારે દંપતિ અને અઢી વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર સાથે સનસનાટી ફેલાઇ ગઇ હતી. પરિવારના ત્રણેય સભ્યોના મોતનું કારણ હાલ બહાર આવ્યું નથી પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કારણ બહાર આવી શકશે. પરિવારે આપઘાત કર્યો હોય તો કયા કારણસર પગલું ભર્યુ તે પણ તપાસનો વિષય બન્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયા બાદ એફએસએલની મદદથી તપાસ આદરી હતી.

પોલીસ અને ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ, ઉમરગામના સોળસુંબા ગામે ક્રિષ્ણાનગરમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ વિશ્વકર્મા (ઉ.વ.28) પત્ની આરતી વિશ્વકર્મા (ઉં.વ.25) અને અઢી વર્ષિય પુત્રની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. એક સાથે પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો હતો. રહીશો એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ આદરી હતી.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પંથકમાં કરાયો હતો. બાદમાં ત્રણેય લાશનો પોલીસે કબજો લઇ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. પોલીસ અધિકારી દ્વારા ઘટના અંગે રહીશોની સઘન પૂછપરછ આદરી હતી. ફ્લેટમાં બેડ પરથી પત્ની અને માસૂમ પુત્રની અને શિવમની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. જોકે તપાસ બાદ પુત્ર નક્ષની હત્યાનો ગુનો નોંધાશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

શિવમ ટ્રેડિંગમાં કરેલા રોકાણનું ધોવાણ થવાને કારણે આર્થિક સંકળામણમાં આવી જતા અંતિમ પગલું ભરાયાનું પણ લોકોમાં ચર્ચા ઉઠી હતી. ઉમરગામના નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતો શિવમ વિશ્વકર્મા ચંદન સ્ટીલ કંપનીમાં કામ કરતો હતો. ગુરૂવારે સવારે મિત્ર શિવમના ઘરે પહોંચ્યો હતો. મિત્રએ દરવાજો વારંવાર ખટખટાવવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા રહીશોને જાણ કરાઇ હતી. બાદમાં લોકો અને બિલ્ડર દોડી ગયા બાદ દરવાજો ખોલી ફ્લેટમાં જ દંપતિ અને માસૂમ બાળકની લાશ મળી આવી હતી. સમગ્ર બનાવ મિત્ર મૃતકને ત્યાં ગયો ત્યારે બહાર આવ્યો હતો. સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના ફલેટ નં.304માંથી દંપતિ સહિત ત્રણની લાશ મળી આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પતિ શિવમની ફાંસો ખાધેલી હાલત અને બેડ પર પત્ની આરતીની ગળે ફાંસો ખાધેલ હાલતમાં તથા પુત્ર નક્ષની લાશ મળી આવી હતી. ઘટના પોલીસ તપાસ કરી રહી છે પણ આપઘાત અને હત્યા અંગે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. પોલીસ હાલ તો અકસ્માતે મોતના અનુમાન સાથે તપાસ કરી રહી છે, પરંતુ ઘટનાની પરિસ્થિતિ અને સંજોગો જોતા પતિ શિવમ અને પત્નીએ પુત્ર નક્ષની હત્યા કરી બન્નેએ દુપટ્ટા વડે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવાયું છે, જયારે વધુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ બહાર આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!