Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા અને ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા અને ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો છે. દિલ્હીનાં મોતી બાગમિન્ટો રોડ, એરપોર્ટ ટર્મિનલ 1 પાસે પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ વધી ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે જેના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. દિલ્હીના મિન્ટો રોડ પર ભારે પાણી ભરાવાના કારણે એક કાર ડૂબેલી જોવા મળી હતી. વહેલી સવારે રાજધાની દિલ્હી અને નજીકના નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને લાંબા સમય પછી કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે વરસાદને કારણે રાજધાનીના ઘણા ભાગોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીના મિન્ટો રોડ, દ્વારકા ફ્લાયઓવર, ચાણક્યપુરી, સુબ્રતો પાર્ક વિસ્તાર અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1 નજીક પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. મિન્ટો રોડ નજીક એક કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. તે જ સમયે, એરપોર્ટની આસપાસ પણ ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા.

ચાણક્યપુરી અને દ્વારકા જેવા પોશ વિસ્તારોમાં પણ ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી હતી. દિલ્હીના ITO વિસ્તારમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. વાવાઝોડા  અને વરસાદને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. માહિતી અનુસાર 25થી વધુ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગતરોજ રાતની ફ્લાઇટ્સને કારણે હજુ પણ દબાણ છે. દિલ્હી એરપોર્ટે સવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગતરોજ રાત્રે ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે અને અપડેટ્સ માટે એરલાઇન સ્ટાફના સંપર્કમાં રહે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!