અમદાવાદમાં તારીખ 12 જૂનના રોજ બનેલ દુઃખદ પ્લેન ક્રેશની દુર્ઘટનાં મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ એર ઈન્ડિયાના AI 171 પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે.
અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરૂવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઈટે ઉડાન ભરી હતી. જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાયુ હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઈમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતાં.
