નડિયાદનાં મહેમદાવાદ શહેરનાં રોડ ઉપરથી રાત્રે ચાલતા જતા યુવકને એક્ટિવાએ ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહેમદાવાદ ઢાંકણીવાડમાં રહેતા ઝાકીર મીરસાબમિયાં મલેક મિત્રો સાથે તારીખ ૨-૭-૨૦૨૫ની રાત્રે ચાલતા ફરીને ખાત્રજ ચોકડીથી પરત ઘર તરફ જતા હતા.
જેથી સાથી મિત્રોએ સમીર અહેમદ મિયાં મલેકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગતરોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઝાકીરમિયા મીરસાબ મિંયા મલેકની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના સરસવણી ગોકુળપુરામાં રહેતા ચંપાબેન કારાભાઈ ડાભી તારીખ ૧-૭-૨૦૨૫ની સવારે ખેતરમાંથી ચાલતા આવતા હતા. જોકે બાઈકે ટક્કર મારતા ચંપાબેન ડાભીને પડી જતા ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
