અમેરિકામાં વિમાન દુર્ઘટના સામે આવી છે. રનવે પર ઉભેલા વિમાનમાં અચાનક આગ લાગી હતી. અચાનક વિમાનમાંથી ધુમાડો દેખાતા લોકો બૂમો પાડવા લાગ્યા. લોકો આગને લઇને અચાનક ડરી ગયા હતા. આ ઘટનાને પગલે કોઇ જાનહાનિ થઇ નથી. 179 યાત્રીઓ સહિત 6 ક્રૂ મેમ્બર, પાયલોટને સહી સલામત બહાર નીકાળવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન રનવે પર હતુ એ જ સમયે અચાનક વિમાનના મુખ્ય લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ગઇ. ત્યાર બાદ ઇમરજન્સી એક્ઝિટથી લોકોને સહી સલામત બહાર નીકાળવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં લોકો ડરી રહ્યા છે અને ધુમાડા વચ્ચે વિમાનમાંથી બહાર નીકળી રહ્યા છે.મહત્વનુ છે કે વિમાન દુર્ધટનાની ઘટનાઓ છેલ્લાં ઘણા સમયથી વધી રહી છે. ત્યારે વધુ એક વિમાન દુર્ઘટનાની ઘટના અમેરિકામાં બની છે. જ્યાં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં અચાનક આગ લાગી ધુમાડો ઉડવા લાગ્યો અને બાદમાં લોકો ફટાફટ ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવા લાગ્યા. માહિતી પ્રમાણે એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે. બાકી 173 યાત્રી અને 6 પાયલોટ સહિત ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
