સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ દરમિયાન ગાંધીનગરનાં પાલજ ગામમાં પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અહી રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી.
ગાંધીનગરનાં પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી, અહી 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા.પરંપરાગત રીતે મહાકાળી માતાનું પૂજન કર્યા બાદ અહી હોળી પ્રગટાવવામાં અવે છે.પાલજ ગામમાં હોળી પ્રગટાવવાની 700 વર્ષ જુની પરંપરા છે. હોળી પ્રગટાવ્યા બાદ જ્વાળાઓની દિશાના આધારે ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે. હોળીની જ્વાળા પરથી ચોમાસાનો વર્તારો કરવામાં આવતો હોય છે. ત્યારે હોળીની જ્વાળાઓ પરથી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને કહ્યું કે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે.આ વર્ષે અલગ પ્રકારનું ચોમાસું જોવા મળી શકે છે.



