વ્યારાનાં બેડકુવાદુર ગામમાંથી પસાર થતો વ્યારા માંડવી રોડ પર રિક્ષા ચાલકે રસ્તાની રોંગ સાઈડ લઈ આવી બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કણજા ગામનાં નિશાળ ફળિયામાં રહેતો ૨૯ વર્ષીય આનંદ રતનસીંગભાઈ ચૌધરી તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એએફ/૮૨૦૯ને લઈ બેડકુવાદુર ગામમાંથી પસાર થતો વ્યારા માંડવી રોડ પરથી પસાર થતા હતા.
તે સમયે રિક્ષા નંબર જીજે/૧૯/યુ/૪૦૭૫નો ચાલકે પોતાના કબ્જાની રિક્ષા રસ્તાની રોંગ સાઈડ લઈ આવી આનંદની બાઈકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક આનંદને છાતીના ભાગે મૂઢ ઈજા તથા ડાબા હાથની આંગળીમાં તેમજ ડાબા પગનાં ઘૂંટણ પાસે ઈજા પહોંચી હતી. બનાવ અંગે બાઈક ચાલક યુવકનાં પિતા રતનસીંગભાઈ ચૌધરી નાંએ રિક્ષા ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
