ડોલવણનાં પાટી ગામમાંથી પસાર થતો કોસમકુવા પાટીયાથી ડોલવણ તરફ આવતાં રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક સવાર એક દંપતીને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ખંભાલીયા ગામમાં રહેતા ગણેશભાઈ કુથીયાભાઈ પટેલ (ઉ.વ.૬૮)નો પુત્ર પ્રકાશભાઈ અને તેમની પત્ની ભાવનાબેન તથા દિકરી દ્રષ્ટી કુમારી અને કેયાકુમારી સાથે ગત તારીખ ૧૮/૦૫/૨૦૨૫ નાંરોજ પાટી ગામનાં મંદિર ફળિયાથી લગ્નમાંથી પોતાની બાઈક નંબર જીજે/૨૧/બીકયુ/૬૨૨૧ને લઈ ઘરે આવતા હતા.
તે દરમિયાન આશરે પોણા બારેક વાગ્યાના અરસામાં પાટી ગામનાં કોસમકુવા પાટીયાથી ડોલવણ તરફ થોડે દુર આવતાં સામેથી આવતી હોન્ડા S.P 125 ડીસ્ક બાઈક નંબર જીજે/૨૬/એએચ/4900નો ચાલક રાજેશ મણીલાલભાઈ ચૌધરી (રહે.બરડીપાડા ગામ, ડોલવણ)એ પોતાના કબ્જાની બાઈકને હંકારી લાવી પ્રકાશભાઈની બાઈકને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રકાશભાઈ રોડ ઉપર પડી જતાં પ્રકાશભાઈને ડાબા પગે જાંઘનાં ભાગે ફેકચર thayu હતું તેમજ તેમની પત્ની ભાવનાબેનને ડાબા પગે ઘુંટીનાં ભાગે ફેક્ચર થયું હતું તેમજ શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે ગણેશભાઈ પટેલએ તારીખ ૦૫/૦૬/૨૦૨૫ નાંરોજ બાઈક ચાલક રાજેશ ચૌધરી વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
