આણંદના પેટલાદ તાલુકાનાં સિહોલ ભવાનીપુરા રોડ ઉપર રોંગ સાઈડ આવી ચડેલી ઈકો ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહેળાવ પોલીસે ઈકો ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતું. 
દરમિયાન રોંગ સાઈડે પુરઝડપે આવી ચડેલ એક ઈકો કારના ચાલકે બાઇકને ટક્કર મારતા અશ્વિનભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા. તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશ્વિનભાઈને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ઇકો કારના ચાલક કીર્તનભાઈ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



