નવસારી હાંસાપોર મંદિર રોડ ઉપર પુરઝડપે હંકારી જતા કારના ચાલકે વોકીંગ પર નીકળેલા વૃધ્ધને અડફટે લેતા તેમનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. 
તે વખતે પુરઝડપે હંકારી આવતા કારના ચાલકે તેમને અડફટે લેતા માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




