તાજા સમાચાર
બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા | ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન મર્યાદા ૩૦૦ કરોડથી વધારીને ૧,૦૦૦ કરોડ કરાઈ | રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવેલ 11 લોકોને પણ ઘરે હોમ આઇસોલેશનમાં રખાયા | હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા | ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન મર્યાદા ૩૦૦ કરોડથી વધારીને ૧,૦૦૦ કરોડ કરાઈ | રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવેલ 11 લોકોને પણ ઘરે હોમ આઇસોલેશનમાં રખાયા | હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી |

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં હાલ ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જોકે ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાય સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે. ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું. ત્યારે ઉનાળાના આકરા તાપની વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.

જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેવાનો છે. વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. જેમાં તારીખ 30 નાંરોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ, તારીખ 31 મે નાંરોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છ અને તારીખ ૧ જૂન નાંરોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર તેમજ 2 જૂન નાંરોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહે કરવામાં આવી છે.

વધુમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ પલટો સંભવિત છે. આગામી દિવસોમાં વરસાદ સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.