વ્યારાનાં વિરપુર ગામે હાઇવે રોડ ઉપર આવતા વિરપુર ત્રણ રસ્તા વ્યારા બાયપાસ રોડ પાસે એક ઈસમને વિમલનાં થેલામાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નાંરોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. પેટ્રોલિંગમા નિકળેલ હતા.
તે દરમિયાન ફરતા ફરતા વિરપુર ગામે હાઇવે રોડ ઉપર આવતા વિરપુર ત્રણ રસ્તા વ્યારા બાયપાસ રોડ પાસે એક ઇસમ બે વિમલના થેલા સાથે ઉભો હતો જેથી તેની પર શંકા જતાં તેની પાસે જઈ તેની પાસે રહેલ બંને વિમલનાં થેલા ચેક કરતા બંને થેલામા ખાખી પુઠાનાં બોક્ષ નંગ ૦૪ મળી આવ્યા હતા જેથી બોક્ષ ખોલી ચેક કરતા બોક્ષમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ બિયર ટીન મળી કૂલ ૯૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૮,૨૪૦/- હતી. ત્યરબાદ પોલીસે ઇસમનુ નામ પુછતા તેણે પોતાનુ નામ, પ્રવિણ સોમાભાઈ વાદી (વાંસફોડા) (રહે.વાંકાનેડા હળપતિવાસ, તા.પલસાણા, જી.સુરત)નો હોવાનુ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
